ગોડાદરા બળાત્કાર કેસમાં આરોપી વિરૂદ્ધ દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ

0
10

કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા સરકારી વકીલની માંગ
સુરત, તા.૮
ગોડદાર આસપાસ દાદાના મંદિર પાસે સોમેશ્વર સોસાયટીમાં રહેતાં મહારાષ્ટ્રીયન પરિવારની ત્રણ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી હત્યા કરી નાંખવાના એક કેસમાં પોલીસે આજે ૫૦ જેટલા નાના-મોટા પુરાવાઓ સાથેનું એક લીસ્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાના ચક્રોગતિમાન કરાયા હોવાનું ડીજીપી નયન સુખડવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, ગોડાદરા આસપાસ દાદાના મંદિર પાસે સોમેશ્વર સોસાયટીમાં મહારાષ્ટ્રીયન દલિત પરિવાર રહે છે. ગત મહિનાઓમાં આ દલિત પરિવારની ત્રણ વર્ષની બાળકીને લાલચ આપી બિહારનો વતની અને આરોપી અનિલ યાદવ નામનો ઈસમ અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારી ગળે ટુંપો દઈ હત્યા કરી નાંખી હતી. પોલીસે ૩૭૬ તથા ૩૦૨નો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ બાળકીનો મૃતદેહ મરાઠી પરિવારે જે બિલ્ડિંગમાં રહે છે. તેજ બિલ્ડિંગમાંથી મળી આવ્યો હતો અને પોલીસે આરોપી અનિલ યાદવની બિહારથી ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાંડ પણ મેળવ્યા હતા. આ રિમાંડ દરમ્યાન પોલીસે સંખ્યાબંધ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા હતા. પોલીસે આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી. ડીજીપી નયન સુખડવાળા દ્વારા ૫૦ જેટલા દસ્તાવેજી પુરાવાઅો રજૂ કરવાના ચક્રોગતિમાન કરાયા છે. આ કેસની ટ્રાયલ ઈન કેમેરામાં ચાલશે. સગા ભાઈએ રાત્રે અશ્લીલ ક્લીપિંગ જાઈ હતી અને બહેન જ્યારે લઘુશંકા કરવા ગઈ ત્યારે તેની પાછલ જઈને અપહરણ કરી અધમ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY