માતા-પિતાને જોઈને સંતાનો સોશિયલ મીડિયાને અનુસરે છે : ફયસલ બકીલી

0
13

દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાન માળાનો ૨૭મો મણકો યોજાયો
સુરત, તા.૧૦
‘‘સોશિયલ મીડિયા ઉપર સક્રિય દર ત્રીજુ બાળક ઉદાસી અને નિરાશા અનુભવે છે. સોશિયલ મીડિયા બાળકોની અવસ્થામાં વધારો કરે છે. સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ વિદ્યાર્થીઅો ડિપ્રેશનનો શિકાર બની જતા હોય છે. સંતાનને ફોન કઇ ઉંમરે આપવો એ માતા પિતાએ નક્કી કરવાનું છે. બાળકના હાથમાં મોબાઈલ મુક્યા પછી એનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું પણ શીખવવું જરૂરી છે. ત્રણ કે ચાર વર્ષના દીકરા-દીકરીને મોબાઈલમાં રમત રમતા આજે હરખાઈ છે પણ એના પરિણામનો એમને ખ્યાલ નથી હોતો. હાલમાં જ થયેલા રિસર્ચ મુજબ ૧૩ થી ૧૭ વર્ષની ઉંમરના ૯૫ ટકા વિદ્યાર્થીઅો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે અને ૮૫ ટકા યુટ્યુબ જુએ છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા બાળકો ક્યારે પોર્નોગ્રાફી જાતા થઇ જાય એ કહેવાતું નથી. આપણાં સંતાનોને મોબાઈલ આપીને એને શું જાવું ? શું નહીં કરવું એની લક્ષ્મણ રેખા દોરી તો આપીએ પણ એવી મર્યાદામાં રહી શકાય ખરૂં ? બાળકના જન્મ પછી એના માતાપિતા, શિક્ષકો અને સમાજે માળીનું કામ કરવાનું છે પણ માળીકાર્ય કેવું હોય ? મોબાઈલ અને ઈન્ટરનેટ હવે અનિવાર્ય અવગુણ બની ગોય છે. સાચો ઉપાય એ જ છે કે વિદ્યાર્થી પુખ્ત ઉંમરનો થાય ત્યારે જ એના હાથમાં મોબાઈલ મુકવો જાઈએ.
નવસારીના પનોતા પુત્ર, મહાન દેશભક્ત દાદાભાઈ નવરોજી વ્યાખ્યાનïમાળા અંતર્ગત ભક્તાશ્રમ સ્કૂલમાં યોજાયેલ ૨૭માં મણકામાં ‘સોશિયલ મીડિયા અને વિદ્યાર્થીઅો’ આ વિષય ઉપર પ્રવચન કરતા ચિત્રલેખા સાપ્તાહિકના દક્ષિણ ગુજરાતના પ્રતિનિધિ અને ફયસલ બકીલીએ વિદ્યાર્થીઅો અને આમંત્રિતોને સંબોધન કરતા આ વિચારો વ્યક્ત કર્યા હતા.
નવસારી નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ પટેલની અધ્યક્ષતામાં અને વિરોધ પક્ષના નેતા અયાઝ શેખનાï અતિથિ વિશેષપણામાં યોજાયેલા આ સમારોહમાં કેરસી દેબુ, ભક્તાશ્રમ કેળવણી મંડળના પદાધિકારીઅો ભાસ્કરભાઈ ભકતા, નીરવભાઈ ભકતા, સીનીયર સીટીઝનો ઉપસ્થિત હતા. કેમ્પસ નિયામક ધર્મેશ કાપડીયાએ દાદાભાઈ નવરોજી દેશભક્તિ ગીત સ્પર્ધામાં ભક્તાશ્રમના વિદ્યાર્થીઅોની ટીમ સતત ચોથી વાર વિજયી થઈ અને સતત ચોથી વાર આ કાર્યક્રમ ભક્તાશ્મમાં યોજાય રહ્ના છે એ માટે આનંદ વ્યક્ત કરી વકતાનો પરિચય આપ્યો હતો.
પ્રા. જશુભાઈ નાયકે ૨૭ વર્ષથી સતત ચાલી રહેલ આ વ્યાખ્યાનમાળાની ભૂમિકા બાંધી એ માટે નવસારી નગરપાલિકા તથા શાળાઓ તરફથી મળતા સહકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. એમણે કહ્નાં કે ‘સ્વરાજ’ શબ્દ આપનાર દાદાભાઈ નવરોજી હતા. પ્રાથમિક વિભાગના આચાર્યા મયુરીબેન ચૌહાણ આભાર દર્શન કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY