શેરૂલા ફાયરિંગ બટ વિસ્તારમાં અનઅધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ

0
18

ફાયરિંગની પ્રેક્ટિસ શરૂ થઈ હોય પ્રવેશ કરવો નહીં
વ્યારા, તા.૧૦

આગામી તા. ૧૧/૦૧/૨૦૧૯ અને તા. ૧૨/૦૧/૨૦૧૯ રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઇ પોલીસ મથકની હદમાં આવતા શેરૂલાના ફાયરિંગ બટ વિસ્તારમાં સી.આઇ.એસ.એફ, યુનિટ અંકલેશ્વર, જિ. ભરૂચ જિલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓની ફાયરિંગ પ્રેકટીશ યોજવામાં આવી છે. આ ગોળીબારની પ્રેકટીશ દરમિયાન આજુબાજુ વસતા પ્રજાજનોની સલામતિ ખાતર તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ ફાયરિંગ બટ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર આગામી તા. ૧૧/૦૧/૨૦૧૯ અને તા. ૧૨/૦૧/૨૦૧૯ દરમિયાન શેરૂલાના ફાયરિંગ બટ વિસ્તારની આજુબાજુના ૧૦૦૦ મીટર વિસ્તારમાં આજુબાજુ રહેતાકે બહારના કોઇ અનધિકૃત વ્યક્તિઓ અથવા ઢોરમાલિકોને તેમના ઢોર-ઢાંખર લઇ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY