પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપથી રેલ્વે સ્ટેશન ન બને તો લોન લઈને પણ બનાવાશે

0
12

પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ પુરો કરવા માટે આયોજન
સુરત,તા.૧૦
સુરતના રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ માટે કોઈ ટેન્ડરર ન આવતાં વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન ક્યારે બનશે તે અંગે અનેક અટકળ થઈ રહી છે. પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપથી રેલ્વે સ્ટેશન બનાવવા માટે એક હજાર કરોડ રૃપિયાની લોન લઈને રેલ્વે સ્ટેશન બનાવવા માટે વાત શરૃ થઈ ગઈ છે.
૬૧ માળના રેલ્વે સ્ટેશનને એરપોર્ટ ઓથોરિટિની મંજુરી ન હોવાથી હવે બિલ્ડીંગની ઉંચાઈ ઘટી જતાં એફ.એસ.આઈ।. ઘટી જતાં પાર્ટનરશીપ મળે તેવી શક્્યતા નહીવત છે જેના કારણે હવે બેન્ક લોન લઈને વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન માટે વિચારણા કરવામાં આવી રહી છે.
સુરતના ૬૧ માળના વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશનનું બાળ મરણ એરપોર્ટ ઓથોરિટના એક નિર્ણયના કારણે થઈ ગયું છે. સુરતના એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટેની કવાયત વચ્ચે ૬૧ માળની મંજુરી ન મળે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. રેલ્વે, એસ.ટી. અને સુરત મ્યુનિ. સંયુક્ત રીતે વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન બનાવવા માટે આયોજન થયું હતું પરંતુ હવે એરપોર્ટ ઓથોરીટીના નિર્ણયના કારણે ૩૨ માળની પાંચ બિલ્ડીંગ બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY