સુરત,તા.૧૧
સુરતના કાપોદ્રામાં બુધવારે મોડીરાતે બેફામ બનેલી જેગુઆરે લોકોનાં જીવ અદ્ધર કરી દીધા હતાં. ઓવરબ્રિજ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી દાદરા નગર હવેલી પાસિંગની જેગુઆર કાર હવામાં ૧૦ ફૂટ ઉંચે ફંગોળાઈને પલટી મારી ગઈ હતી અને ટ્રેક પર રાત્રી સફાઈ કરી રહેલા કર્મચારીની બાઈકને અડફેટે લીધી હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે કાર અને બાઈકનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. જા કે સફાઈ કર્મી પોતાનો જીવ બચાવવા માટે રેલિંગ કૂદીને ભાગી ગયો હતો. કાર ચાલક સહિત તેમની જાડેનાં પાંચ લોકો ભાગી ગયા હતાં.
જાકે કારની એરબેગ ખુલી જતા કાર ચાલકને જરા પણ ઇજા થઇ નોહતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. નબીરા રાત્રીનું બેફામ ડ્રાઇવિંગ રાહદારીઓના જીવ પડીકે બંધાવી ગયું હતું. કાપોદ્રા પોલીસે કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




