ઉત્તરાયણ પર્વએ ગંભીર અકસ્માત ટાળવા પોલીસનો હુકમ
સુરત, તા. ૧૧
સૂરત શહેરના મદદનીશ પોલીસ કમિશનરશ્રી વિનય શુકલએ એક જાહેરનામા દ્વારા આગામી તા.૧૪ અને ૧૫ના રોજ મકર સંક્રાતિના તહેવારને અનુલક્ષી ગંભીર અકસ્માતો અટકાવવા અને જાહેર સલામતી જાળવવાના આશયથી શહેરના તમામ ફલાય ઓવરબ્રીજ ઉપર બન્ને સાઈડેથી ટુ-વ્હીલર વાહનોને તા.૧૪/૧/૨૦૧૯ સવારના ૬.૦૦ વાગ્યાથી તા.૧૫/૧/૧૯ના રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધી અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પ્રતિબંધિત સમય દરમિયાન ટુ-વ્હીલર વાહન ચાલકો ફલાય ઓવર બ્રિજના નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે. હુંકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



