ઉતરાયણ પૂર્વે પતંગ-દોરી બજારમાં ઘરાકી વધતા વેપારીઓ હરખાયા

0
7

સુરત,તા.૧૧
સુરતમાં સામાન્ય રીતે ડિસેમ્બર માસની શરૃઆતમા જ ઉતરાયણની ઘરાકી જામી જતી હોય છે પરંતુ આ વખતે બે દિવસ પહેલાં સુધી કોઈ ખાસ ઘરાકી ન હોવાથી વેપારીઓ ચિંતામાં પડયા હતા. જાકે, સુરતના પતંગ-દોરી બજારમાં ઘરાકી નિકળતાં વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હવેના બે દિવસ ઘરાકી વધી જશે તેવી શક્્યતા જાતાં વેપારીઓ હરખાયા છે.
ઉતરાયણના તહેવારની ઉજવણી માટે સુરતીઓનો ક્રેઝ વિશ્વ ભરમાં પ્રખ્યાત છે. જેના કારણે જથ્થાબંધ વેપારીઓને ત્યાં લાભ પાચમ બાદ સુરત બહારની ઘરાકી થઈ જાય છે. જ્યારે સુરતીઓ ડિસેમ્બર માસની શરૃઆત સાથે જ દોરીની ખરીદી કે દોરી ઘસાવવાનું કામ કરી દેતાં હોય છે. જાકે, આ વખતે ડિસમ્બર માસમાં ઓછી ઘરાકી હતી આટલું જ નહીં પરંતુ બુધવાર સુધી પતંગ દોરી બજારમાં કોઈ ખાસ ઘરાકી ન હોવાથી મોટો સ્ટોક કરી દેતાં વેપારીઓની ચિંતામાં વધારો થયો હતો.
ગુરૂવાર બપોર બાદ સુરતના પતંગ અને દોરી બજારમાં ઘરાકી નિકળતાં વેપારીઓની ચિંતા ઓછી થઈ ગઈ છે. વેપારીઓના અંદાજ મુજબ આ વર્ષે પતંગ દોરીની ઘરાકી ઘણી જ મોડી થઈ છે પરંતુ હવે શનિ રવિના દિવસોમાં આ ઘરાકી વધી જશે તે નક્કી છે. પહેલાં તો ઘરાકી ઘણી ઓછી હોવાથી સ્ટોક પડયો રહેશે તેવી ભીતી હતી પરંતુ હવે જે રીતે ઘરાકી થઈ રહી છે તે જાતાં આ વખતની ઉતરાયણ પણ સારી જાય તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY