૨૮ માર્ચે હટી જશે સ્મિથ અને વૉર્નર પરનો ૧૨ મહિનાનો પ્રતિબંધ

0
8

ઓસ્ટ્રેલિયાની ૨૨ માર્ચે પાક. સામે પાંચ વન-ડેની સીરિઝ, છેલ્લી બેમાં કમબેક કરી શકે

સિડની,તા.૧૨
ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર સામે બોલ ટેમ્પરિંગને લઈને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા ઉપર ૧૨ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે હવે આ મહિનાની ૨૮ તારીખે પૂર્ણ થવાનો છે. ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન સાથે ૨૨ માર્ચથી પાંચ વન-ડેની સીરિઝ રમવાની છે. જેમાં ૨૯ અને ૩૧ માર્ચે રમાનારી બે મેચમાં સ્મિથ અને વાર્નર સામેલ થઈ શકે તેવી અટકળો ચાલી રહી છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ આગામી ૨૨ માર્ચથી પાકિસ્તાન સામે વન-ડે સીરિઝ રમવા જઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયન ટીમની યાદીમાંથી સ્મિથ અને વોર્નરના નામ બાકાત રાખવામાં આવ્યા છે. પણ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ સાથે સંકળાયેલી વેબસાઈટના જણાવ્યા મુજબ આ બન્નેને પછીથી ટીમમાં સામેલ કરી શકાશે.
ઓસ્ટ્રેલિયન ટીમનાં પૂર્વ બોલર મિશેલ જાનસનનું કહેવું છે કે, બંને ખેલાડીઓએ ટીમનાં દરેક સભ્યો સાથે મળવું જોઈએ. જે આઈપીએલ અને વર્લ્ડકપનાં પ્રેસરને ઝીલવા માટે જરૂરી છે. બંને ટીમ સાથે જાડાય અને જૂએ કે નવા ખેલાડીઓ કેવી રીતે કામ કરી રહ્યા છે. કારણકે બંને હાલમાં ટીમને બહારથી જ જાઈ રહ્યા છે. ટીમ સાથે મળ્યા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY