સુરત/વડોદરા/કોડીનાર,તા.૧૩
રાજ્યમાં દિન-પ્રતિદિન ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે. કાયદા વ્યવસ્થાનો ડર ના હોય તે રીતે અસામાજિક તત્વો ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. સુરતમાં બેફામ બનેલા તસ્કરોએ એક મહિલાને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. લોકો જાગી જતા તસ્કરોએ ફળિયામાં પથ્થરમારો કર્યો હતો. સુરતનાં પીપોદરા ગામે રોકડ તેમજ દાગીનાની લૂંટ ચલાવી હતી. ૧૦ જેટલા તસ્કરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરો રોકડ તેમજ દાગીના લઇને નાસી છૂટ્યા હતા. આ ઘટનાને લઇને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
તો બીજા બનાવમાં તસ્કરો વડોદરાનાં પાદરામાં ત્રાટક્્યા હતા. તસ્કરો સોના-ચાંદીનાં દાગીના અને રોકડ લઇને ફરાર થઈ ગયા હતા. તસ્કરો મકાન માલિકનું જ મોપેડ લઇને ભાગી છૂટ્યા હતા. તસ્કરોએ મોડી રાત્રે વીજપુરવઠો ખોરવાતા લાભ લીધો હતો અને લૂંટને અંજામ આપ્યો હતો. પાદરા તાલુકાનાં લુણા ગામમાં આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી કરી રહી છે. લોકોએ માંગ કરી છે કે પોલીસ વધુ પેટ્રોલિંગ કરે.
આ ઉપરાંત ગીર-સોમનાથમાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરી થઈ હતી. કોડીનારમાં ધોળા દિવસે ગઠિયાએ હાથ સાફ કર્યા હતા. કોડીનાર સરકારી દવાખાના સામે શÂક્ત ઝવેલર્સમાંથી ધોળા દિવસે ગઠિયો હાથ સાફ કરી ગયો હતો. ગઇકાલે વહેલી સવારે વેપારીએ દુકાનનું એક શટર ખોલ્યું અને બીજુ શટર ખોલવા જતા ગઠિયાએ હાથ સાફ કર્યા હતા. વેપારીનાં થેલામાં રહેલા ૪૫ હજાર અને જરૂરી કાગળો લઇ ગઠિયો ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ હાથ ધરી છે.
તો છોટાઉદેપુરમાં એક વૃદ્ધાનાં પગ કાપી નાંખવામાં આવ્યા છે. લૂંટનાં ઇરાદે આવેલા તસ્કરોએ જાયું કે વૃદ્ધાનાં પગમાં કડા પહેરવા છે તો તેમણે કડા માટે વૃદ્ધાનાં પગ કાપી નાંખ્યા હતા. વૃદ્ધાએ ૨૭૦૦ ગ્રામનાં કડા પહેર્યા હતા. આ બનાવ પાનવડ પોલીસ સ્ટેશનના કનલવા ગામનો છે. રાત્રી દરમિયાન તસ્કરો વૃદ્ધાને ઢસડીને ખેતરમાં લઇ ગયા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધાનું મોત થયું છે. પોલીસે ચોરી અને હત્યાનાં ગુનાને લઇને આગળની તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



