આરકેટી માર્કેટમાં કાપડની ચોરી મામલે ૬ આરોપીઓની ધરપકડ

0
7

સુરત,તા.૧૭
સુરતમાં આરકેટી માર્કેટમાં કાપડની ચોરી મામલે વધુ બે ચોકીદારની પોલીસે ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાંચની ટીમે યુપીના મેરઠમાં ૫ જગ્યાએ દરોડા પાડી બે ચોકીદારોની ધરપકડ કરી છે.
જ્યારે ક્રાઈમબ્રાંચની હજુ એક ટીમ મેરઠમાં તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધીમાં ૬ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે સુરતના આરકેટી માર્કેટની ૧૧૨ જેટલી દુકાનોમાંથી કરોડોના કાપડની ચોરી કરવામાં આવી હતી.
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે તપાસ કરતા માર્કેટના ચોકીદારની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY