હોસ્પિટલમાં લવાયેલ કાચા કામનો કેદી ઓપીડીમાંથી ફરાર

0
8

સુરત,તા.૧૮
નવી સિવિલ હોસ્પિટલમાંથી બીજા દિવસે વધુ એક કેદી ફરાર થઈ ગયો હતો. કાચા કામના કેદીને હાથમાં ફ્રેક્ચર થયું હોવાથી સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. ત્યારે પોલીસને ચકમો આપીને ઓપીડીમાંથી જ ફરાર થઈ જતાં જાપ્તાના કર્ચમારીઓએ શોધખોળ શરૂ કરી છે.
લાજપોર જેલમાંથી પ્રવિણ ગણેશ સોલંકી નામના કાચા કામના કેદીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તબીબોએ એક્સ રે લખી આપ્યા બાદ આરોપી ઓપીડીમાંથી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે ફરાર થયેલા આરોપીને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સિવિલ હોસ્પિટલ જાણે કેદીઓના ફરાર થવાનું સ્થળ બની ગઈ હોય તેમ બીજા દિવસે બીજા કેદી ફરાર થઈ જતાં જાપ્તાના કર્મચારીઓ પર સવાલો ઉભા થયા છે. કેદી કેવા સંજાગોમાં ફરાર થયો અને કોની લાપરવાહીથી ફરાર થયો તે અંગે તપાસ થાય તે જરૂરી બન્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY