ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી

0
7

સુરત,તા.૧૮
લિંબાયત વિસ્તારના એક ભંગાર ના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. જાકે ઘટનાની જાણ બાદ ફાયરનો કાફલો દોડી આવતા ગણતરીના કલાકોમાં આગને કાબુમાં લેવામાં આવી હતી.
લિંબાયતના શાંતિ નગરમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગની જાણ બાદ લોકોમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો. આગ લાગવા પાછળનું કોઈ કારણ બહાર ન આવતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ફરી એકવાર ફાયરની પ્રશંસનીય કામગીરીને લઈ મોટો દુર્ઘટના થતી રહી ગઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY