સુરત,તા.૧૮
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નસિંગ સ્ટાફના પગારની વિસંગતતા, પ્રાઇવેટ હોસ્પિટલમાં અનટ્રેઈન નર્સનો વિરોધ, કોન્ટ્રાક્ટર નસિંગ સ્ટાફ સાથે શોષણ સહિતના પડતર પ્રશ્નોની માગણી સરકારે નહીં સ્વીકારાતા સુરત સહિત ગુજરાત નસિંગ સ્ટાફ દ્વારા યુનિફોર્મ નહીં પહેરી પ્રદર્શન શરૂ કર્યુ છે.
નસિંગ એસોસિએશનના સેક્રેટરી કિરણભાઈ દોમડીયા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ન‹સગ સ્ટાફના પગારની વિસંગતતા, પ્રાઇવેટ હોસ્પિટલમાં અનટ્રેઈન નર્સનો વિરોધ, ધોલાઈ અને એલાઉન્સ ભથ્થુ, નસિંગ વિદ્યાર્થીઓનું સ્ટાઇપેન્ડમાં વધારો કરવો, ન‹સગ સેલની સ્થાપના કરવી, કોન્ટ્રાક્ટર અને આઉટસોસીંગની ભરતી બંધ કરવી અને કાયમી નિમણૂક કરવી આ સહિતના વિવિધ પડતર પ્રશ્નોનાના મુદ્દે સરકારને અનેકવાર રજૂઆત કરી છે.
જાકે ગત ડિસેમ્બરમાં આ પડતર પ્રશ્નોના મુદ્દે સુરત, વડોદરા અને ભુજ ખાતે ન‹સગ સ્ટાફ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. છતાં સરકારે આ બાબત ગંભીરતાથી નહતી લીધી. જેના કારણે આખરે યુનાઇટેડ ન‹સગ ફોરમ દ્વારા ગુજરાતમાં પડતર માગણી સંદર્ભમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
જેથી ગુજરાત સરકારી હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૫૦૦૦થી વધુ ન‹સગ સ્ટાફ દ્વારા બે દિવસથી ફોટાનો યુનિફોર્મ નહીં પહેરી વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




