સુરત,તા.૧૮
સેન્ટ્રલ જીએસટી વિભાગે ઈ-વે બિલ સુરત મુંબઇ વચ્ચે વહન કરવામાં આવતા કાપડ તથા ટાઈલ્સનો જથ્થો ભરેલી ચાર ટ્રક ઝડપી લીધી છે.
ઈ-વે બિલ વગર વહન કરવામાં આવતા વિવિધ માલ જથ્થા ચૂકવવા પાત્ર થતા ટેક્સથી બચવા વેપારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના પગલે એસટી વિભાગ દ્વારા હાઇવે પર વહન કરવામાં આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે.
જે દરમિયાન આંતરરાજ્ય વહન થઇ રહેલા જથ્થા અંગે ઈ-વે બિલ કે કોઈ અન્ય કાયદેસરના રસીદ કે બિલો ન તે માલ સાથેનો જપ્ત કરી લેવામાં આવતી હતી અને તેના પર ટેક્સની વસૂલાત થતી હતી. વધુ ચાર ટ્રકોને ઝડપી જીએસટી વિભાગ દ્વારા અંદાજે ૨૦ લાખના ટેક્સની વસૂલાત કરવામાં આવે તેવો અંદાજ દર્શાવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



