પાદરાનાં રહેણાંક વિસ્તારમાં ૨૫ ફૂટનો ભુવો પડ્યો, એક્ટિવા ચાલક ગરકાવ

0
90

વડોદરા,તા.૧૨
વડોદરાના પાદરામાં પણ ગઈકાલથી જાવા મળેલી મેઘમહેર આજે યથાવત છે. સતત વરસી રહેલા વરસાદને પગલે પાદરા શહેરની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. પાદરામાં ગત સમી સાંજથી શરૂ થયેલો વરસાદ સવારે ૮ વાગ્યા સુધીમાં ૩૨ મીમી નોંધાયો છે. પાદરાના સંતોષપુરીની પોળમાં ૨૫ ફુટનો ભુવો પડ્યો અને આ ભુવામાં એક્ટિવા ચાલક ગરકાવ થયો છે.
પાલિકા જેસીબીની મદદથી એÂક્ટવા શોધવાનો પ્રયાસ કરાયો પણ એક્ટિવા મળી નથી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પાદરામાં ભારે વરસાદને લઈને શામળકુવા, પાણીની ટાંકી, જુના ડેપો રોડ, પાતળિયા હનુમાનરોડ સહિતના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
ઠેરઠેર પાણી ભરાતા પાદરા નગર પાલિકા પ્રિમોન્સૂનની કામગીરી નિષ્ફળ નીવડી હોવાનો આરોપ લાગ્યો છે. તો બીજી તરફ ડભોઈમાં પણ મેઘરાજાએ મહેર બોલાવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY