મેલબર્ન વન-ડેમાં ભારતે ઓસીને સાત વિકેટે હરાવી ૨-૧થી શ્રેણી જીતી
ધોનીના અણનમ ૮૭ અને કેદાર જાધવના અણનમ ૬૧,ચહલે મેચમાં છ વિકેટ લઇ ઓસી.ની કમર તોડી નાંખતા ૨૩૦માં જ ઓલઆઉટ થઇ ગયું હતુ,કુમાર-શમીએ ૨-૨ વિકેટ ઝડપી હતી,રોહિત-ધવન ફ્લોપ રહ્યા
ધોની-કેદાર જાધવ વચ્ચે ૧૨૧ રનની ભાગીદારી નોંધાઈ,ધોનીએ ઓસ્ટ્રેલિયન સીરિઝમાં સળંગ ત્રીજી અર્ધસદી ફટકારી
મેલબર્ન,તા.૧૮
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમના બોલરોએ ધમાકેદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયન ટીમને ૨૩૦ રનમાં આૅલઆઉટ કરી હતી. મેલબર્નમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં ભારતીય બોલર યઝુવેન્દ્ર ચહલનું પ્રદર્શન સારું રહ્યું હતુ. ચહલે ૧૦ ઓવર્સમાં ૪૨ રન આપીને ૬ વિકેટ્સ લીધી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શામીએ ૨-૨ વિકેટ્સ લીધી હતી.
ભારત-આૅસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની વન-ડે સિરઝની પ્રથમ મેચ સિડનીમાં રમાઇ હતી. જેમાં આૅસ્ટ્રેલિયાએ ભારતને માત આપી હતી. આ સિરીઝની બીજી મેચ એડિલેડમાં રમાઇ હતી. ભારત તરફથી ધોનીએ ૧૧૪ બોલમાં ૮૭ રન અને કેદાર જાધવે ૫૭ બોલમાં ૬૧ રન કરી ૧૨૧ રનની ભાગેદારી સાથે શાનદાર પ્રદર્શન કરી ભારતને ૨-૧થી શ્રેણી જીતાડી છે. આ જીત સાથે જ છેલ્લા ૭૦ વર્ષમાં આ પહેલો મૌકો છે જયારે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે કોઈ દ્વિપક્ષીય શ્રેણી જીતી છે. મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ચહલને મેન ઓધ મેચ અને સમગ્ર સિરિઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર એમએસ ધોનીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા.
જેમાં ભારતે, આૅસ્ટ્રેલિયાને ૬ વિકેટથી માત આપી સિરીઝમાં ૧-૧ની બરાબરી કરી હતી. જ્યારે આ સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ મેલર્બન ખાતે રમાઇ હતી. જેમાં આૅસ્ટ્રેલિયન ટીમને ભારતે ૨૩૦ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારતે ૪૯.૨ ઓવરમાં ૨૩૪ રન કરીને આ સિરીઝ ૨-૧થી જીતી લીધી છે.
ભારત તરફથી ધોની-કેદારની ભાગીદારી સફળ થઇ હતી. બન્ને ખેલાડીઓએ ભેગા મળીને ૧૨૧ રનની ભાગેદારી નોંધાવી હતી. ટીમ ઇન્ડિયાએ આૅસ્ટ્રેલિયા સામે ૭ વિકેટથી વન-ડે સિરીઝ ભારતના નામે કરી છે.
મેલબર્નમાં રમાયેલી ભારત-આૅસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની ઓપનિંગ જાડી કંઇ ખાસ કમાલ કરી શકી નહોતી. એલેક્સ કેરી ૫ રન અને એરન ફિન્ચ ૧૪ રન બનાવીને આઉટ થઇ ગયા હતા. ત્યાર બાદ ઉસ્માન ખ્વાજાએ ઇનિંગ સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પણ ૩૪ રને આઉટ થઇ ગયો હતો. એટલે કે આ મેચમાં ભારતીય બોલરોનો સામનો કરવામાં આૅસ્ટ્રેલિયાના બેસ્ટમેન નિષ્ફળ સાબિત થયા હતા.
અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ઇનિંગના બીજા દાવમાં ભારતની ટીમ ૨૩૧નો લક્ષ્યાંક સાધવા માટે મેદાને ઉતરી ગયું હતું. ભારતની ટીમને પ્રથમ વિકેટના ઝટકા તરીકે રોહિત શર્માને ૧૭ બોલમાં ૯ રન કરીને પરત ફરવું પડ્યું હતુ. જ્યારે બીજી વિકેટ તરીકે ભારતને સ્ટોઈનિસના સ્લોર બોલને ડ્રાઈવ કરવા જતા ધવન આઉટ થયો હતો. શિખર ધવન ૪૬ બોલમાં ૨૩ રન કરી આઉટ થયો હતો. ભારતની ટીમને વધુ એક ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ત્રીજી વિકેટ તરીકે વિરાટ કોહલીની પડી હતી. કોહલી રિચાર્ડસનની ૩૦માં ઓવરમાં ૬૨ બોલમાં ૪૬ રન કરી આઉટ થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




