ડુપ્લીકેટ ચાવીથી મોટર કારનો દરવાજા ખોલાયો
સુરત, તા. ૧૯
અઠવાગેટ માઈસ્ટોન બિલ્ડિંગ ગેટની સામે પાર્ક કરેલી એક કારનો કાચ ખોલી ૪૫ હજાર રૂ.નું લેપટોપ, એપલ કંપનીનો ૧૦ હજારનો મોબાઈલ ફોન તથા રૂ. ૩ હજારની કિંમતનું બેટરી ચાર્જરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઉમરા પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ મહારાષ્ટ્ર પાલધરના વતની અને હાલમાં વેસુ સ્વપ્નસિંગની એપાર્ટમેન્ટમાં રહેતા દીપક જગન્નાથ ભાઈએ ગત તા. ૧૭મીના રોજ પોતાની કાર અઠવાગેટ માઈસ્ટોન બિલ્ડિંગની સામેના ગેટ પર પાર્ક કરી હતી ત્યારે અજાણ્યા ઈસમે કારનો કાચ તથા દરવાજા ડુપ્લીકેટ ચાવીથી ખોલી લેપટોપ, બેટરી ચાર્જર, એપલ કંપનીનો ફોન મળી કુલ્લે ૫૮ હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



