ગોડાદરા સ્થિત મંગળ પાંડે કોમ્યુનિટી હોલમાં આઈઆરએસ સુબચ્ચન રામ અને માજી કલેક્ટર આર. જે. પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
સુરત, તા. ૧૯
આજે શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલ મંગલ પાંડે હોલ ખાતે ૮૧ પરિવારના ૪૩૨ સભ્યોને બૌધ્ધ ધર્મ અંગીકારની દીક્ષા આપવાની સાથે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
સુરત શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત ૮૧ પરિવારના ૪૩૨ હિન્દુ સભ્યો દ્વારા પાંચ વર્ષ અગાઉ બૌધ્ધ ધર્મ અંગીકાર કરવાની અરજી કરવામાં આવી હતી. ધર્મ પરિવર્તન શા માટે કરી રહ્ના છે ધર્મ પીરવર્તન માટે કોઈએ લોભ, લાલચ કે દબાણ કર્યુ છે કે નહીં તેની તપાસ માટે જે તે સમયે પરમીશન આપવામાં આવી ન હતી. ત્રણ મહિના અગાઉ સુરત કલેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરીને કોઇના દબાણમાં કે લોભમાં ધર્મપરિવતનની નથી કરતા ને તેની ચકાસણી બાદ મંજૂરી આપવામાં આવી હતી. આજે ગોડાદરા ખાતે આવેલ મંગલ પાંડે હોલમાં બૌધ્ધ ધર્મ દીક્ષા અંગીકાર સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ૮૧ પરિવારોના ૪૩૨ સભ્યોને સત્તાવાર રીતે બૌધ્ધ ભીક્ષુકો અને આઈઆરએસ આઈએએસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આઈઆરએસ સુબચ્ચનરામ (ચીફ કમિશનર ઈન્કમટેક્ષ) અને પૂર્વ આઈએએસ આર.જે. પટેલના હાથે બૌધ્ધ ધર્મ અંગીકાર કરનારા પરિવારોને સરકારના પ્રમાણપત્રો આપી સત્તાવાર રીતે બૌધ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આઈએએસ ડો. ધવલ પટેલ જિલ્લા સુરત સમારોહના ઉદ્દઘાટક હતા પરંતુ યોગાનુયોગ આજે પ્રધાનમંત્રી હજીરાની એલ એન્ડ ટી કંપનીમાં આવ્યા હોવાથી પ્રોટોકોલ મુજબ જિલ્લા કલેક્ટર બૌધ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમમા અનુપસ્થિતિ રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



