પ્રીમિયર લીગમાં આખરે ક્રિષ્ણા ઈલેવન ચેમ્પિયન બની
સુરત, તા.૧૯
ઉત્સાહી, સાહસવીર સેવાભાવનાને વરેલા સ્વ. હાર્દિકના સ્મરણાર્થે તા.૧૪-૧-૧૯ના રોજ ઝવેરી મહોલ્લો, ભાંડુત, તા.અોલપાડ જિ. સુરત ખાતે હાર્દિક પ્રીમિયર લીગ સ્પર્ધાનું ભવ્ય આયોજન થયું હતું. ભોલે ટીમના કેપ્ટન જગદીશ પટેલ અને ક્રિષ્ણા ટીમના કનૈયાભાઈની ટીમ સાથે જારદાર ટક્કર લેતા કનૈયાભાઈની ટીમ વિજેતા થઈ હતી. બીજા રાઉન્ડ આશાપુરી ઈલેવન જયંતીભાઈ પટેલ અને બ્રહ્માણી ઈલેવન પંકજભાઈ પટેલ વચ્ચે રમાઈ જેમાં બ્રહ્માણી ઈલેવન જીતી હતી. બાદ ફાઈનલ મેચ પંકજભાઈ અને કનૈયાભાઈની ટીમ વચ્ચે રમાતા ક્રિષ્ના ઈલેવન કનૈયાભાઈની ટીમ ચેમ્પિયન બની હતી. સહુ ખેલાડીઓને નગીનભાઈ પટેલ તરફથી ટ્રોફી એનાયત થઈ હતી. ભાગ લેનારને ટી શર્ટ, નાસ્તો, ખીચડી અપાઈ હતી. સ્વ. હાર્દિકની પાવન યાદમાં આ લીગ ખૂબ જ રંગે ચંગે રમાઈ હતી. ટ્રોફીના સ્પોન્સર નકુભાઈ સુરતી હતા. મહાનુભાવોએ યુવાનોના ઉત્સાહને અભિનંદી ખેલદીલીની ભાવનાને બિરદાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



