અલ્પેશ કથીરિયાની રીવીઝન હાઈકોર્ટમાં સોમવાર સુધી દાખલ થશે

0
8

સુરત કોર્ટે શરતભંગ અંગે જામીન રદ કરતા કોર્ટના હુકમને હાઈકોર્ટમાં પડકારાશે
સુરત, તા.૧૯
અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહની ફરિયાદ દાખલ કરાયા બાદ જામીન મુક્ત થયેલા અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવા માટે ડીસીબી દ્વારા એક પરચૂરણ અરજી કરવામાં આવી હતી. જેની સામે ડીજીપી નયન સુખડવાળાની દલીલોને ગ્રાહ્ના રાખી અદાલતે અલ્પેશના જામીન ફગાવી દીધા હતા. આ હુકમની સામે હાઈકોર્ટના એડવોકેટ રફીક લોખંડવાળા એક રીવીઝન હાઈકોર્ટમાં સોમવાર સાંજ સુધીમાં દાખલ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. એવુ બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, મોટા વરાછા ક્રિષ્ણા રેસીડેન્સી ખાતે રહેતાં વિપુલ દેસાઈને ત્યાં પહોંચીને પોલીસ વિરૂદ્ધ બેફામ નિવેદનો કરવા બદલ આરોપી અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ડીસીબીએ તેની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ તેને જામીન પર છોડવાનો હુકમ અદાલત દ્વારા કરવામાં આવ્યો હતો. જામીન મુક્ત થયા બાદ તેણે સરથાણા વરાછા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભંગ થાય તેવું કૃત્ય કરતા ડીસીબી દ્વારા જામીન અરજી રદ કરવાની એક પરચૂરણ અરજી કરી હતી. જે મંજુર થતા આ હુકમને પડકારવા તેમના એડવોકેટ રફીક લોખંડવાલા સોમવાર સાંજ સુધીમાં હાઈકોર્ટમાં એક રીવીઝન અરજી કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY