જેઈઈ મેઈનમાં સુરતીએ ડંકો વગાડ્યો, રાજ્યભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો

0
24

સુરત,તા.૧૯
એનટીએ દ્વારા જાન્યુઆરી ૨૦૧૯માં લેવાયેલી જેઈઈ મેઈન પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં દેશભરના ૪૬૭ એક્ઝામ સેન્ટર પરથી કુલ ૮ લાખ ૭૪ હજાર ૪૬૯ સ્ટુડન્ટે પરીક્ષા આપી હતી. આ પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા છે જેમાં દેશભરમાં મધ્યપ્રદેશા ધ્રુવ અરોરાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે ગુજરાતમાંથી સુરતના વિદ્યાર્થીએ રાઘવ સોમાણીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે.
સુરતના રાઘવ સોમાણીએ ૯૯.૯૯૦૭૫૧૧ એનટીએ સ્કોર સાથે ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. રાઘવના શિક્ષકો અને આકાશ ઈન્ટીટ્યુટના સભ્યોએ અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ આગળ વધવાની શુભકામના પાઠવી હતી. રાઘવના પરિવારે પણ આકાશની સિÂધ્ધને વધાવી લેતા મિઠાઈ ખવડાવી હતી.ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલમાં અભ્યાસ કરતાં રાઘવે પ્રથમ પ્રયત્ને જ પરીક્ષા ક્રેક કરી હતી.રાઘવને આગામી સમયમાં મુંબઈ આઈઆઈટીમાંથી એÂન્જનિયરીંગ કરવાની ઈચ્છા છે.
મૂળ રાજસ્થાનના અને સુરતમાં સરકારી નોકરી કરતાં કમલ સોમાણીના પુત્ર રાઘવે જણાવ્યું હતું કે, રોજની સાતેક કલાક તૈયારી કરતો હતો. ફ્રી માઈન્ડથી વાંચતો ઘણી બધી ઓનલાઈન પરીક્ષા આપીને પ્રેકિટસ કરી હતી. મોબાઈલનો ઉપયોગ માત્ર વોટસએપમાં તૈયારી માટે કરતો સોશિયલ મીડિયો ફેસબુકમાં એકાઉન્ટ નથખી. કેમેસ્ટ્રી થોડી અધરી પડી હોવાનું તેણે કહ્યુ હતું. રાઘવના માતા પિતાએ જણાવ્યું હતું કે કંઈ પણ કહ્યાં વગર તે સતત મહેનત કરતો હતો. ધોરણ ૧૦માં ૧૦ સીજીપીએ આવ્યાં હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY