નવસારી જિલ્લા પંચાયત પ્રમુખના પ્રશ્નો પણ રજૂ થયા
નવસારી, તા.૨૧
નવસારી કલેકટરાલયના સભાખંડ ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી આર.જી.ગોહિલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં નવસારીના સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના પ્રોઁ રજૂ થયાં હતાં. બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી કે.જે.રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાણા, પ્રાયોજના વહીવટદાર શ્રી પારગી, ડી.આર.ડી.એ.ના નિયામક શ્રી પી.કે.હડુલા, નવસારી-વાંસદાના પ્રાંત અધિકારી શ્રી રાજપુત, શ્રી સંદિપ સાંદુ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.
બેઠકમાં ઇન્ચાર્જ કલેકટર શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, આગામી માર્ચ સુધીમાં જિલ્લાના બાકી રહેલા પ્રોઁ, સરકારી વસુલાતો, ડીપાર્ટમેન્ટ ઇન્કવાયરીના પ્રોઁ હલ કરવા સૂચના આપી હતી. બેઠકમાં વધુમાં શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, આગામી ૩૦ મી જાન્યુઆરીના રોજ માન.વડાપ્રધાનશ્રી દાંડી ખાતે આવી રહયાં છે. જિલ્લાના તમામ અધિકારીઓને સોપેલ જવાબદારી સુપેરે પાર પાડવા તેમજ રસ્તાની સફાઇ હેલીપેડ સહિત સ્વચ્છતા પ્રત્યે વધારે ધ્યાન આપવા સૂચના આપી હતી. નિવાસી અધિક કલેકટર શ્રી કે.જે.રાઠોડે જણાવ્યું હતું કે, ૨૫ મી જાન્યુઆરીના રોજ બ્લડ કેમ્પમાં તમામ અધિકારી/કર્મચારીએ ઉપસ્થિત રહેવા અને ૨૬ મીના યોજાનારા પ્રજાસત્તાક પર્વમાં તમામ અધિકારીઓ ઉપસ્થિત રહેવા સૂચના આપી હતી. બેઠકમાં સરકારી બાકી વસૂલાત, કચેરી તપાસણી, ડીપાર્ટમેન્ટલ ઇન્કવાયરી, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો અંગે ચર્ચા કરી હતી. તેમજ જિલ્લા રકતપિત્ત અધિકારી ઘ્વારા રકતપિત્ત કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



