એચડીએફસી બેન્કે સોશિયલ સેક્ટરના ૨૫ સ્ટાર્ટઅપ્સને ગ્રાન્ટસ ઓફર કરી

0
24

ઓડીશા સહિત પાંચ રાજ્યોને સ્ટાર્ટઅપ્સને પરિવર્તન ગ્રાન્ટસ મળી
સુરત, તા. ૧૨

તા.૭ જૂન, ૨૦૧૯ઃ વર્ષ ૨૦૧૩માં આઈઆઈટી ખડગપુરના એક બાયોકેમિકલ એન્જીનિયર સુમિત મોહંતી ઝારખંડના એક નાનકડા ગામની મુલાકાતે ગયા. અહિંયા તેમને એવું જાણીને દુખ થયું કે ગામનાં નજીકના તળાવમાંથી પાણીનો ઉપયોગ કરવાના કારણે ૩ બાળકોનાં મોત થયાં હતા. આ તળાવના દૂષિત પાણીને શુધ્ધ કરવાની કોઈ સગવડ ન હતી. આ ઘટનાથી તેમને પાણીના શુધ્ધિકરણનો સાર્વત્રિક રીતે અમલમાં મૂકી શકાય તેવો ઉપાય શોધવાની પ્રેરણા થઈ અને તેમને દૂષિત પાણીના શુધ્ધિકરણના ક્લિન ટેકનોલોજી પ્રોજેક્ટસમાં રસ પડયો. આ ક્ષેત્રે થોડાં વર્ષ કામ કર્યા પછી તેમણે ફાયકોલીંક ટેકનોલોજીસ નામના એક સ્ટાર્ટ-અપની સ્થાપના કરી, જેમાં શેવાળનો ઉપયોગ સ્થાનિક ઉદ્યોગોના અને દૂષિત પાણીને શુધ્ધ કરવા માટે કરવામાં આવ્યો અને તેના વડે તળાવો તથા અન્ય જળસ્થાનોના પાણી શુધ્ધ કરવામાં આવ્યા. આ ઉપાય ઓર્ગેનિક પ્રકારનો છે અને તેનો આસાનીથી ઉપયોગ થઈ શકે છે.
ફાયકોલીંક ટેકનોલોજીસનો એચડીએફસી બેંકે ઈંપરિવર્તન ગ્રાન્ટસ જે સ્ટાર્ટ-અપ્સને આપી છે તેવા ૨૫ સ્ટાર્ટ-અપ્સમાં સમાવેશ થાય છે. આ ગ્રાન્ટ આપવાનો ઉદ્દેશ સામાજીક ક્ષેત્રમાં કાર્યરત સ્ટાર્ટ-અપ્સને લાંબાગાળાનું પરિવર્તન હાંસલ કરી શકે તેવા અનોખા ઉપાયો શોધવામાં સહાયરૂપ થવાનો છે. પહેલા ચરણમાં બેંકે ભારતીય સ્ટાર્ટઅપ્સ અને ઇન્ક્યુબેટર્સને રૂ. ૧૦ કરોડનું વિતરણ કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY