રેલવે પરિસરમાં ૨૬ જાન્યુ.થી કાયમ માટે ૧૦૦ ફૂટે તિરંગો લહેરાશે

0
8

સુરત,તા.૨૨
ભારતીય રેલવે દ્વારા સુરત સહિતના એ ૧ ગ્રેડના ૭૫ રેલવે સ્ટેશન પર ૧૦૦ ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જાકે સુરત રેલવે સ્ટેશન પરિસરમાં ડિસેમ્બર -૨૦૧૮ની ડેડલાઈન સુધીમાં ધ્વજ નહીં લહેરાવાતા હવે ૨૬મી જાન્યુઆરીએ લહેરાવશે. રેલવે સ્ટેશનનાગેટની બાજુમાં જ ૧૦૦ ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવા અને આસપાસ રોશની કરવા તંત્ર તૈયારીમાં લાગી ગયું છે.રેલવે બોર્ડ દ્વારા તમામ ઝોનને એ ૧ ગ્રેડના રેલવે સ્ટેશનના પરિસરમાં ડિસેમ્બર સુધીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવા માટે આદેશ કરાયો હતો. જાકે સુરત રેલવે તંત્ર દ્વારા સમય મર્યાદામાં કામ પૂરું ન થતાં હવે ૨૬મી જાન્યુઆરીનો મોકો ઝડપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રેલવેના તમામ ઝોન પૈકી પશ્ચિમ રેલવેના સુરત,મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન પટાંગણમાં ૧૦૦ ફૂટ ઊંચો રાષ્ટ્ર ધ્વજ ૨૬મી જાન્યુઆરીએ લહેરાતો કરી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. સુરત રેલવે સ્ટેશનના પટાંગણમાં રાષ્ટ્રધ્વજ લહેરાતો કરવા માટે એક લાઈટપોલ નડતરરૂપ હતો જેની ઊંચાઈ ઘટાડી દેવામાં આવી છે.
આ મુદ્દે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો જણાવ્યું હતું. એક ભારતીય તરીકે આપણા માટે ગર્વની વાત છે પરંતુ સામા છેડે સુવિધાઓ પર પણ ધ્યાન આપવું જાઈએ. જાકે કેટલાક મુસાફરોએ રાષ્ટÙધ્વજ લહેરાવવાની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે તિરંગોએ દેશની શાન છે.સુરત રેલવે સ્ટેશન પર ૧૦૦ ફૂટ ઊંચો રાષ્ટÙધ્વજ લહેરાતો જાવો એ ગર્વની વાત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY