ગોલ્ડ લોન મેળવવા નકલી સોનુ પધરાવી દેવાતા પોલીસ ફરિયાદ

0
23

આઈઆઈએફએલ કંપની સાથે ઠગાઈ
સુરત, તા. ૨૫
ગોલ્ડ લોન આપનાર કંપનીને ડુપ્લિકેટ સોનાની ચેઈન આપી રૂપિયા ૧.૯૦ લાખની ગોલ્ડ લોન મેળવી ઠગાઈ કરાઈ હતી.
ચોકબજાર પોલીસ સૂત્રોના જણાવ્યચા મુજબ માંડવી ગામમાં રહેતા વિકાસભાઈ મહેશભાઈ કાયસ્થે આરોપી રોહનકુમાર મનહરલાલ ઠાકોર (લલીતા પાર્ક સોસાયટી, કતારગામ) વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યા મુજબ સિંગણપોર ચાર રસ્તા રાધેશ્યામ શોપિંગ સેન્ટરમાં આવેલ આઈઆઈએફએલ કંપનીની ગોલ્ડ લોન શાખામાંથી આરોપીઓ ડુપ્લીકેટ સોનાની ચેઇન મૂકી રૂપિયા ૧.૯૦ લાખની છેતરપિંડી કરી હતી. ચોકબજાર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY