ગ્રાહકે માલ ખરીદી ૧૨.૮૬ લાખ નહીં ચૂકવી છેતરપિંડી
સુરત, તા. ૨૫
સલાબતપુરા ગોપાલ ચેમ્બર્સમાં આવેલ પી.જી. સિલ્ક મિલ્સના ડાયરેક્ટર તથા કાપડ દલાલ સહિતનાએ ગ્રે કાપડનો જથ્થો ખરીદી રૂ. ૧૨.૮૬ લાખની ઠગાઈ કરી હતી.
સલાબતનપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરોલી પુરૂષોત્તમ નગર સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષશભાઈ રીતેશકુમાર અમીને આરોપી પરમજીતસિંગ ઈન્દ્રજીતસિંગ ગુલાટી (સિલ્ક મિલ્સના ડાયરેક્ટર) સુનિલ કેશવદાસ કુકરેજા (કાપડ દલાલ) તથા અન્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીના કારખાનામાંથી રૂપિયા ૧૨,૨૧,૦૨૧ની કિંમતનો ગ્રે કાપડનો જથ્થે ખરીદી કરી રૂપિયા ૩૫ હજાર ચૂકવ્યા હતા. ત્યારબાદ બાકીના રૂ. ૧૨,૮૬,૦૨૧૭ પેમેન્ટ નહીં કરી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




