સરથાણામાં ઓટો એક્ષ્પો ૨૦૧૯માંથી રૂ. ૧.૨૪ લાખનો મોબાઈલ ફોન ચોરાયો

0
12

ઓટો એક્ઝિબિશનમાંથી કિંમતી ફોન ચોરાતા પોલીસે સીસી ટીવીની તપાસ આદરી
સુરત, તા. ૨૯
સરથાણા ચેમ્બર ઓફ કોમર્સના કોન્વોકેશન હોલમાં ચાલી રહેલા ઓટો એક્ષ્પો એક્ઝિબિશનના યામાહા શો રૂમ પાસેથી વેપારીનો રૂપિયા ૧.૨૪ લાખની કિંમતનો મોબાલ ફોન ચોરાયો હતો.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અડાજણ વાડીયાનગર સોસાયટીમાં રહેતા કેતનુકમાર પ્રવીણચંદ્ર મોતીવાલાએ અજાણ્યા વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે સરસાણા હોલ ખાતે યોજાતા પ્રદર્શનમાં વારંવાર ચોરીની ઘટનાઓ બને છે. હાઈટેક સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ યોજાતા પ્રદર્શનમાં વધતી ચોરીની ઘટનાથી ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઅો પણ ચિંતિત થઈ ગયા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY