વાલિયા નજીક આવેલ ગ્રીનબેરી ફોઇલ્સ કંપનીમાં કરંટ લાગતા કામદારનું મોત નીપજ્યું હતું
પોલીસ સુત્રીય માહિતી અનુસાર વાલિયા નજીક આવેલ ગ્રીનબેરી ફોઇલ્સ કંપનીમાં કામ કરતો અને મૂળ રાજસ્થાનના રહેવાસી ૨૬ વર્ષીય અજય ગોરને કંપનીમાં કામ કરતા સમયે કરંટ લાગ્યો હતો આથી તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે તેને સારવાર મળે તે પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





