સુરત, તા.૨૯
અદાણી ફાઉન્ડેશન, હઝીરા અને ચેતના અમદાવાદના-સહયોગથી તા.૨૬ અને ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામની પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓ માટે બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરનો મુખ્ય હેતુ કિશોરાવસ્તા અને ત્યારબાદની ઉંમર દરમ્યાન થતાં શારીરિક, માનસિક અને સાવેગિક ફેરફારો અને તે દરમ્યાન જાળવવાનું સંતુલન વિશે સમજ આપવાનો હતો.
આ બે દિવસીય તાલીમ દરમિયાન વિદ્યાર્થીનીઅોને વિવિધ પ્રવૃત્તિઓ, રમતો, જૂથચર્ચા દ્વારા પડતી મુશ્કેલીઓની માહિતી મેળવીને તેને નિવારવાના ઉપાય સૂચવવામાં આવ્યા. ખોરાક માટેની ચર્ચા, કિશોરાવસ્થા દરમિયાન ખોરાકમાં વર્તાતી ઉણપ અંગે પ્રોટીન, વિટામીન, આર્યન યુક્ત ખોરાક અને તેને બનાવવાની પદ્ધતિ, પોષણયુક્ત ખોરાકના અભાવે થતા રોગો તેના લક્ષણો અને બચવાના ઉપાય અંગેની ચર્ચા પણ વિદ્યાર્થીનીઓ સાથે કરવામાં આવી. આ શિબિરની મુલાકાત ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે લીધી હતી અને આ પ્રકારના કાર્યક્રમો કરવા બદલ અદાણી ફાઉન્ડેશન અને શાળાને અભિનંદન પાઠવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




