કટાર લેખક અને પદ્મશ્રી નગીનદાસ સંઘવીને ફ્રેક્ચર થતા હોસ્પિટલ ખસેડાયા

0
8

સુરત,તા.૨૯
૯૯ વર્ષીય કટાર લેખક અને પદ્મશ્રી નગીનદાસ સંઘવી બે દિવસ પહેલાં અચાનક પડી જતા સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ઓર્થોપેડીક સર્જન તેમને નેક ફેમર ફ્રેક્ચર માટે ઓપરેટ કરી રહ્યાં છે. અને બે દીકરીઓની દેખરેખ હેઠળ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
કટાર લેખક નગીનદાસ સંઘવીને ૨૬મી જાન્યુઆરીએ પદ્મશ્રી આપીને સન્માનિત કરાયા છે. મોટા ભાગનું જીવન મુંબઇ ખાતે પસાર કરનાર ૯૯ વર્ષીય નગીનદાસ સંઘવી છેલ્લા બે મહિનાથી ઘોડદોડ રોડ વિસ્તારમાં દીકરીના ઘરે રહે છે તેમજ શહેર ખાતે યોજાતા વિવિધ સાહિત્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપે છે. દરમિયાન બે દિવસ પહેલાં ઘરે અચાનક પડી ગયા હતા. જેથી તેમને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડાબા પગના થાપાના હાડકામાં ફ્રેક્ચર થયું હોવાનું જણાયું હતું. હોસ્પિટલમાં ઓર્થોપેડીક સર્જન દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને બે દીકરીઓ હર્ષાબેન અને ડો. પ્રજ્ઞાની દેખરેખ હેઠળ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY