update….
સુરત,તા.૨૯
આજે નવસારીના દાંડી ખાતે ગાંધી સ્મારકનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. જા કે આ કાર્યક્રમમાં ગાંધીજીના પ્રપોત્રવધુ શિવાલક્ષ્મીને નિમંત્રણ આપવાનું જ સ્થાનિક વહીવટી તંત્ર અને ભાજપના નેતાઓ ભૂલી ગયા હતા.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત અને નવસારીની મુલાકાતે છે. નવસારીના દાંડી ખાતે ૧૫૦ કરોડના ખર્ચે ગાંધી સ્મારકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સહિત સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. જોકે, દુર્ભાગ્યપૂર્ણ વાત તો એ છે કે ગાંધીજીના પ્રપોત્ર વધુ શિવા લક્ષ્મી ગાંધીને સુરતનું વહીવટી તંત્ર અને ભાજપના નેતાઓ આમંત્રણ આપવાનું જ ભૂલી ગયા હતા.
જa કે આ બાબતને ભાજપના નેતાઓની ચૂક કહો કે પછી લાપરવાહી સામે આવી છે. કાર્યક્રમના એક દિવસ અગાઉ જ સુરતના વહીવટી તંત્રની આંખ ઉઘાડી પડતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સી.આર.પાટીલ જાતે નિમંત્રણ આપવા ગઈકાલે શિવાલક્ષ્મી ગાંધીને ભીમરાડ ખાતેના નિવાસસ્થાને પોહચ્યા હતા.
સાંસદ સી.આર.પાટીલે ગાંધીજીના પ્રપોત્રવધુ શિવા લક્ષ્મી ગાંધીને ગઈકાલે ભીમરાડ ખાતેના નિવાસસ્થાને મળવા પહોંચ્યા હતા.જ્યાં આજે નવસારી ખાતે ગાંધી સ્મારક ઉદઘાટન કાર્યક્રમમાં હાજર રહેવા ભાવપૂર્ણ નિમંત્રણ પાઠવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




