તિરુવનંતપુરમ્,તા.૨૫
તિરૂવનંતપુરમની પાસે આવેલા પલ્લીપુરમ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મલયાલમના પ્રખ્યાત સંગીતકાર બાલાભાસ્કરને ભયંકર અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં તેમની બે વર્ષની દીકરીનું મોત થયું છે. જ્યારે તેમની પત્ની તેજસ્વીની ગંભીર રીતે ઘાયલ છે. પતિ-પત્નીની નાજુક સ્થિતિ છે અને હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. મળતી માહિતી પ્રમાણે બાલાભાસ્કર પોતાની પત્ની અને દીકરી સાથે થ્રિસૂરમાં આવેલા મંદિરમાં પૂજા-અર્ચના કરી પરત આવી રહ્યાં હતા.
મળતી માહિતી પ્રમાણે કહેવાય છે કે કાર ચલાવી રહેલા ડ્રાઇવરને ઝોકું આવતા ડ્રાઇવર સંતુલન ગુમાવી બેઠ્યો હતો અને આ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ડ્રાઇવર અર્જુન પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. બાલાભાસ્કરની પત્નીની સ્થિતિ હજુ પણ નાજુક કહેવાય છે. બાલાભાસ્કરની ગાડી રસ્તાના કિનારે એક ઝાડ પાસે ટકરાઇ હતી. હાઇવે પર પેટ્રોલિંગ કરી રહેલ પોલીસે તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.
આપને જણાવી દઇએ કે બાલાભાસ્કરે ૧૨ વર્ષની ઉંમરમાં જ સ્ટેજ શો શરૂ કરી દીધા હતા. બાલાભાસ્કર ફ્યુઝન મ્યુઝિક માટે આખા દક્ષિણ ભારતમાં પ્રખ્યાત છે. બાલાભાસ્કરની ગણતરી મલયાલમ ફિલ્મોના સૌથી યુવા સંગીતકારોમાં થાય છે. બાલાભાસ્કરે લગભગ ૧૭ વર્ષની ઉંમરમાં મલયાલમ ફિલ્મ ‘મંગલાયા પલક’ માટે મ્યુઝિક કંપોઝ કર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




