રૂ. ૪.૧૫ લાખ પડાવી લઈ છેતરપિંડી
સુરત, તા. ૩૦
કતારગામ જૂની જીઆઈડીસીમાં એમ્બ્રોઇડરી મશીનનો સોદો કર્યા બાદ બીજાને વેચી દેનાર એમ્બ્રોઈ મશીનના માલિક વિરુદ્ધ રૂ. ૪.૧૫ લાખની ઠગાઈ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સાયણ વેલકમ રેસિડેન્સીમાં રહેતા ભરતભાઈ નાનજીભાઈ પાલડિયાએ આરોપી પ્રકાશ ધીરૂભાઈ સાયબરના ત્રણ એમ્બ્રોઈડરી મશીનનો રૂ. ૪.૧૫ લાખમાં સોદો કર્યો હતો અને રૂપિયા ચૂકવી વેચાણ કરાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી પ્રકાશ સાવલિયાએ આ મશીનો બીજાને વેચી દઈ ફરિયાદી ભરતભાઈ પાલડિયા સાથે લીંબાયત છેતરપિંડી કરી હતી. કતારગામ પોલીસે ફરિયાદ નોંધી સબ ઈન્સ્પેક્ટર એ.પી. મહેરિયાએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



