રામપુરા વિનસ હોસ્પિટલમાં
મૃતક મહિલાના પરિવારે હોબાળો મચાવતા પોલીસ દોડી ગઈ
સુરત, તા. ૩૧
હજુ તો અત્યંત આધુનિક અને સેવા માટે કાર્યરત થયેલી વિનસ હોસ્પિટલનું ઉદ્ઘાટન થયાના આજે બીજા દિવસે વૃદ્ધાનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે મૃતયુ થયાનો આક્ષેપ સાથે હોબાળો મચાવતા પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ કતારગામ કુબેરનગરમાં રહેતા ઉષાબેન કાનજીભાઈ પરમાર ઉ.વ.૬૪ને હાર્ટઅટેક આવતા શુક્રવારે નવનિર્મિત વિનસ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તબીબી પરીક્ષણ બાદ આજે હૃદયમાં સ્ટેન્ડ બેસાડવા માટેનું ઓપરેશન દરમિયાન આ વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. આ સંદર્ભે પરિવારજનોએ હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે મૃત્યુ થયુ હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારજનોએ ભારે હોબાળો મચાવતા પોલીસ ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



