અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર દ્વારા રોજગાર મેળો યોજાયો

0
9

સાંસદ દર્શના જરદોશ અને ધારાસભ્ય ઝંખનાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિ
સુરત, તા.૧
અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર, સુરત ખાતે જિલ્લા રોજગાર કચેરી સુરતના સંયુક્ત ઉપક્રમે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં ૬૫૦ થીવધુ નોકરી ઈચ્છુક યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. સામે બજાજ કેપીટલ, બીગ બજાર, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, સુડેક્સો હોસ્પિટાલીટી જેવા કુલ ૧૯ જેટલા રીક્રુટરો હાજર રહ્ના હતા. જેમાં ૬૭૧ થી વધુ રોજગારીની તકો ઉપલબ્ધ હતી. આ મેળાના અંતે આવેલા આંકડાઓ મુજબ ૪૦૯ થી નોકરી ઈચ્છુકોનું પ્રથમ રાઉન્ડમાં સીલેકશન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળાને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ, ચોર્યાસી મતવિસ્તારના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ તથા જિલ્લા રોજગાર કચેરીના નાયબ નિયામક મુકેશભાઈ વસાવાના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ હતો.
સાંસદે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમના જ દિકરાએ કરેલા સંઘર્ષ અંગેની વાત કરી કોઈપણ કામને નાનુ ન સમજી કામ કરવાની શરૂઆત કરવાની વાત કરી હતી અને હાજર રહેલા યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આજ રીતે ધારાસભ્યએ પણ તેમના પ્રસંગોપાત ઉદ્બોધનમાં તેમના જ પરિવારના સભ્યનું ઉદાહરણ આપી જીવનમાં શરમ દૂર કરી પોતાનામાં રહેલી શક્તિઓને દુનિયાને બતાવવાની વાત કરી હતી.
આ પ્રસંગે અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર તાલીમ લઈ જીવનમાં પ્રગતિ કરી ગયેલ યુવાનોએ તેમની સાફલયાગાથા પણ વર્ણવી હતી. જેથી હાજર રહેલા યુવાનોમાં જાશનો સંચાર થયો હતો. આ પ્રસંગે પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ તથા અદાણી હજીરા પોર્ટના માનવ સંસાધન વિભાગના વડા જીતેન્દ્ર વ્યાસ તેમજ સુરત મહાનગરપાલિકાના પ્રતિનિધિ કવિતાબેન દેસાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી નોકરી ઈચ્છુકોનો ઉત્સાહ વધાર્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY