આદર્શ કન્યા શાળાની દેશભક્તિ કૃતિને જિલ્લા કક્ષાનું ઈનામ

0
17

ગણતંત્ર પર્વે સાંસ્કૃતિક કાર્યક્રમમાં
દિકરીઓને શિલ્ડ તથા રોકડ પુરસ્કારો અપાયા
સોનગઢ, તા.૧

તાપી જિલ્લાના ૭૦માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી ગત તા.૨૬/૧/૧૯ ના રોજ સાર્વજનિક હાઈસ્કુલ સોનગઢ મુકામે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ના અધ્યક્ષ સ્થાને તાપી કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ હતો.
જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સાંસ્કૃતિક વિભાગમાં અનેક કૃતિઓ શાળા-કોલેજ દ્વારા રજુ કરવામાં આવી હતી. આ સાંસ્કૃતિક કાયર્ક્રમમાં આદર્શ કન્યાશાળા ની દિકરીઓએ જલવા.. જલવા.. દેશભક્તિ ડાન્સ રજૂ કરી ઉપસ્થિત તમામ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. સુંદર કોરિયોગ્રાફી,નૃત્ય ના સ્ટેપ તથા સમગ્ર છાપ ના કારણે નિર્ણાયકો એ આ દેશભક્તિના ડાન્સની કૃતિને “પ્રથમ વિજેતા” જાહેર કરી હતી.
સમારંભના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ના હસ્તે આ ફૌજી દિકરીઓને રોકડ રૂ.૨૦૦૦/- શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. જીલ્લા વહીવટી તંત્ર,શિક્ષણ વિભાગ તેમજ શાળા પરિવારે “ટીમ કન્યાશાળા” ની આ ભવ્ય સિધ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY