ક્લાર્કે પૂરપાટ ઝડપે ટ્રેન દોડાવતા મુસાફરના જીવ તાળવે ચોંટ્યા

0
23

સુરત,તા.૧
સુરતના રેલ્વેના બુકિંગ ક્લાર્કે મુસાફરો સાથે જીવન-મરણની એક રમત રમી હતી. અનુભવ વગર બુકિંગ ક્લાર્કે ૬૦ કિલોમીટરની સ્પીડે ૧૦ મિનીટ સુધી પેસેન્જર ટ્રેન હંકારી હતી. હાલ તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સામે આવતા તંત્ર સજ્જ થઇ ગયું છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, એવું કહેવાય છે કે, રેલવે ગાડીને પાયલોટ સિવાય અન્ય કોઇ વ્યકિત ચલાવી ન શકે, પરંતુ સુરતના બુકિંગ ક્લાકે તો હદ કરી નાંખી. લોકો પાયલોટ સિવાય અન્ય વ્યÂક્ત ટ્રેન ચલાવતો હોવાનો વીડિયો સામે આવતા તેની ઓળખ કરવામાં આવી હતી. જેમાં ટ્રેન ચલાવનાર અઠવાલાઈન્સ પીઆરએસનો બુકિંગ ક્લાર્ક રવિન્દ્ર મોરે નીકળ્યો હતો.
બુકિંગ ક્લાર્ક રવિન્દ્ર મોરેએ ૬૦ની ઝડપે ૧૦ મિનિટ સુધી ટ્રેન ચલાવી લોકોનો જીવ જાખમમાં મુકીયા હતા. રેલવે તંત્રએ આ ઘટનાને ગંભીરતાને લઇને તપાસના દોર શરૂ કર્યા છે. હાલ લોકોના મનમાં એક જ સવાલ ઉદ્દભવે છે કે રેલવે તંત્રએ સર્ટિફાઇડ કરેલા ડ્રાઇવર સિવાય ટ્રેન ચલાવી ન શકે તો કંઇ રીતે રવિન્દ્ર મોરેએ ટ્રેન ચલાવી, આ સિવાય કોણે આ ટ્રેન ચલાવવા આપી? આવા અનેક સવાલોને કારણે રેલવે તંત્રએ તપાસનો આદેશ આપ્યો છે.
હાલ રેલવે તંત્ર વીડિયોની ચકાસણી કરીને હકીકતમાં રવિન્દ્ર મોરેએ ટ્રેન ચલાવી છે કે નહીં તે જાણવાની કોશિશ કરી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY