ઈલેકટ્રોનિક શોરૂમને વહેલી સવારે પાંચ વાગ્યે સીલ મરાયું
સુરત, તા.૨
પીપલોદ ખાતે આવેલ ઈલેકટ્રોનિક્સ શો રૂમ વિજય સેલ્સ સ્ટોર્સમાં અપૂરતી ફાયર સિસ્ટમના લીધે સપ્તાહ અગાઉ નોટિસ આપી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું છતાં કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા આજે વહેલી સવારે પાંચ કલાકે ફાયરના સ્ટાફે વિજય સેલ્સને શીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.
સુરત મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર બી.કે. પારેખના જણાવ્યા અનુસાર ફાયર વિભાગ દ્વારા શહેરમાં વિવિધ ટયુશન કલાસીસ, મોલ, અને કોમ્પલેક્ષમાં ફાયર સેફટી સાધનોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં વધુ પડતા લોકો ભેગચા થતા હોય તે સ્થળે ફાયર સેફટી અભાવ જીવલેણ સાબિત થઈ શકે છે તે માટે આવી સંસ્થાઅોને ફાયર સેફટી સાધનો વસાવવા માટે ફાયર વિભાગ દ્વારા નોટિસ આપી એક સપ્તાહનો સમય આપવામાં આવે છે.
અઠવા ઝોનમાં લેકવ્યુ ગાર્ડન કારગીલ સર્કલ નજીક પીપલોદ ખાતે આવેલ વિજય સેલ્સ સ્ટોર્સના સંચાલકોને નોટિસ ફાળવવામાં આવી હતી. વિજય સેલ્સના સંચાલકો દ્વારા ફાયર સેફટીના સાધનો નહીં વસાવતા આજે મળસ્કે ૫ કલાકે ફાયર સ્ટાફ દ્વારા વિજય સેલ્સને સીલ મારવામાં આવ્યુ. શટર ઉપર નોટિસ પણ ચોટાડવામાં આવી હતી જેમાં બિનઅધિકૃત રીતે તોડવાના કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સવારે રાબેતા મુજબ વિજય સેલ્સના કર્મચારીઓ નોકરી ઉપર આવતા શોરૂમને સીલ મારેલ જાતા ચકચાર મચી ગયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




