સુરત,તા.૩
સચીન GIDCમાંના એક યુનિટ પર પહોંચીને કારખાનેદારને કારીગરને થયેલી ઇજાના પ્રશ્નને ચેનલ પર ચલાવીને ધમકી આપવાના પ્રકરણમાં સચીન પોલીસે આખરે ચેનલના મીડિયાકર્મી સહિત નવ જણા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મીડિયાકર્મીઓએ કારખાનેદાર પાસેથી રૂપિયા એક લાખની માંગણી કરી હતી. આ પ્રકરણમાં પોલીસે શરૂઆતમાં ગુનો નોંધવા માટે ગલ્લાતલ્લા કર્યા હતા. પણ, આઠ કલાકની માથાકૂટ બાદ ગુનો દાખલ કર્યો હતો.
સચિન GIDC ના રોડ નંબર ૪૩/ઝ્ર ઉપર આવેલા ખાતા નંબર ૪૩૧૦/૮ ના કારખાનેદાર હિતેશ વેકરીયાની ફરિયાદના આધારે સચિન પોલીસે વિકાસ મિશ્રા, તેજ ન્યુઝ ૨૪ ના મીડિયાકર્મી રામ ઉજાગર પ્રજાપતિ, શીતલબેન બૈસને તથા અન્ય એક મહિલા તેમજ અન્ય પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
હિતેશ વેકરીયાના કારખાનામાં કામ કરતા વીરુ નામના એક કારીગરને અકસ્માતે ડાબા હાથની આંગળીઓને ઇજા થઇ હતી, જેની જાણ થતાં ન્યૂઝ ચેનલના મીડિયા કર્મીઓ તથા દ્ગર્ય્ંના સભ્યો કારખાના ઉપર ગત રોજ બપોરે ત્રણ વાગે પહોંચી ગયા હતા અને કારખાનેદારને ડરાવી-ધમકાવી એક લાખની માંગણી કરી હતી. આથી કારખાનેદારે પોલીસને જાણ કરી હતી. આ પ્રકરણમાં પોલીસે ફરિયાદીને ફરિયાદ નહીં આપવા માટે અને સમાધાન કરવા માટે પ્રયત્નો કર્યા હતા. પણ કારખાનેદાર માન્યા નહોતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



