વડાપ્રધાને લેહ એરપોર્ટની નવી ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો
હું એક એવો પ્રધાનમંત્રી છું કે જે દેશનો દરેક ખૂણો ભટકીને આવ્યો છું,નવી રેલ્વે લાઇનથી લેહ-દિલ્હીની વચ્ચેનાં અંતરમાં થઇ જશે ઘટાડો
લેહ,તા.૩
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારનાં રોજ જમ્મુ-કશ્મીરનાં લેહ પહોંચ્યાં. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગ્યાં બાદ પ્રધાનમંત્રીની આ પહેલી યાત્રા છે. પીએમ મોદીએ લેહ એરપોર્ટની નવી ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો.
શિલાન્યાસ કરતા પીએમએ કાર્યક્રમમાં હાજર લોકોને એમ જણાવ્યું કે, શિલાન્યાસ મેં કર્યો છે તો આપનાં આશિર્વાદ મળશે તો લોકાર્પણ કરવા પણ હું જ આવીશ. મોદીનો સીધો જ ઇશારો ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતવા તરફ હતો.
પીએમ મોદીએ જણાવ્યું કે, ‘ત્રણ દશક પહેલાં આ એરપોર્ટની જે બિલ્ડિંગ બનાવવામાં આવી હતી, સમયની સાથે તે આધુનિકીકરણ તરફ ધ્યાન આપવામાં ના આવ્યું. આજે નવી ટર્મિનલ બિલ્ડીંગનો શિલાન્યાસ થયો છે અને ખૂબ જલ્દી જ લોકાર્પણ પણ કરવામાં આવશે. હું આપને વિશ્વાસ અપાવું છું, જે યોજનાનો શિલાન્યાસ કર્યો હતો તેનું આજે લોકાર્પણ કર્યું છે. આજે જેનો શિલાન્યાસ કરી રહ્યો છું, તેનું લોકાર્પણ કરવા માટે પણ હું જ આવીશ.’
તેઓએ કહ્યું કે, લેહ-લદ્દાખ અને કારગિલનાં વિકાસમાં કેન્દ્ર સરકાર કોઇ જ કસર નહીં રાખે. પીએમ મોદીએ કહ્યું કે, ‘હું દેશનો એવો પ્રધાનમંત્રી છું કે જે ભારતનાં દરેક ખૂણામાં ભટકીને આવ્યો છું. અધિકારીઓ પાસેથી ઝીણવટભરેલી માહિતી પણ જાણી લઉં છું પરંતુ મને અનુભવ રહે છે.’
તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘બિલાસપુર-મનાલી-લેહ રેલ્વે લાઇન પર સર્વે પણ થઇ ચૂકેલ છે. અનેક જગ્યાએ પણ કામ શરૂ થઇ ગયેલ છે. રેલ્વે લાઇન બાદ લેહ અને દિલ્હીની વચ્ચેનું અંતર પણ ઓછું થઇ જશે.’
પીએમ મોદીએ કહ્યું કે,’મને જાણકારી મળી છે કે લેહ-લદ્દાખમાં ૩ લાખ ટુરિસ્ટો આવ્યાં. અંદાજે ૧ લાખ કારગિલ પણ ગયાં. એટલે કે કશ્મીર આવનાર કુલ પર્યટકોમાંથી અડધાં લેહ ગયાં. જલ્દી જ લેહ-લદ્દાખ અને કારગિલનો વિસ્તાર ટુરિઝમ હબ બનીને ઉભરી આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારનાં રોજ આજનાં દિવસે લેહ પહોંચ્યાં હતાં. અહીં તેઓએ ૨૨૦ કેવીની ટ્રાંસમિશન લાઇનનું ઉદ્ઘાટન કર્યું, જેનાંથી આનાં કરતા પણ વધુ ઠંડા વિસ્તારોમાં પણ વીજળી પહોંચશે. આ સિવાય નવા ટુરિસ્ટ અને ટ્રેકિંગ રૂટનું પણ ઉદ્ઘાટન કર્યું. પીએમએ ૪૮૦ કરોડનાં ખર્ચથી તૈયાર થનાર લેહ એરપોર્ટની નવી ટર્મિનલ બિલ્ડીંગનું પણ શિલાન્યાસ કર્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





