સુરત,તા.૫
નવસારી એલસીબીએ રેડ કરી ડેડા બેઝ મેળવી વિદેશના ગ્રહકો સાથે છેતરપિંડી કરતા બોગલ કોલ સેન્ટરને ઝડપી પાડ્યું હતું. અને કોલ સેન્ટરમાં હાજર ૧૦ યુવકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નવસારીના વિદ્યાકુંજ સ્કૂલની સામે આવેલા સેન્ટ્રલ મોલના ત્રીજા માટે આવેલા પ્રોટોક ઈન્ફોટેક પ્રા.લી. નામની ઓફિસમાં પ્રનોય શશીકાંત બોરડે અને ડેનીશ વિનોદ સીંગના બોગસ કોલ સેન્ટર ચલાવતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેમાં લોન રિલેટેડ સ્ક્રીપ્ટ, સેલ્સ માર્કેટીંગ સ્ક્રીપ્ટ, જીસીસ ડાયરેક્ટર સ્ક્રીપ્ટ મેળવવા માટેના ડેટાબેઝ મેળવી ફોનથી સંપર્ક કરી મનીગ્રામ મારફતે નાણા ભરાવી છેતરપિંડી કરવામાં આવતી હતી.
બાતમી આધારે પેલીસ રેડ કરી ૧૦ યુવાનોની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કમ્પ્યુટરમાં લીંક્ડઈન એકાઉન્ટ ઓપરેટ કરવા માટે આઈપી વેનિસ નામના સોફ્ટવેર દ્વારા ઈનિડાયનું આઈપી એડ્રેસ બદલી યુએસએનું કરતા હતા. અને એક વેબસાઈટ પરથી બિડીંગ કરી ફાયનાન્સ, હાઉસલોન, મિલકત વેચાણ, એનઆરઆઈ, રેસ્ટોરન્ટ સંબંધિત પ્રોજેક્ટ લઈ ફોરેનમાં રહેતા ગ્રાહકોની જે કંપની સાથે પ્રોજેક્ટ કરાર થયેલા હોય તેની વિગતો મેળવી લોન માર્ગેજ થયેલી હોય તો તેને ફરી રિમોર્ગેજ માટેની પોતાની પાસે ટાઈપ કરેલી સ્ક્રીપ્ટ દ્વારા સ્કીમ આપતા હતા. ત્યારબાદ ગ્રાહકોના અંગત ડેટા લઈ લેતા હતા. અને છેતરપિંડી આચરતા હતા. અને પોલીસ આફિસમાંથી કુલ્લે ૩.૮૪ લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



