પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક રીતે અનામત આપવું ગેરબંધારણીય છે
ન્યુ દિલ્હી,તા.૧૦
ગરીબ સવર્ણોને સરકારી નોકરીઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો સંવિધાન સંશોધન બિલ હજી ગઈ કાલે જ પસાર થયું છે. પરંતુ આ બિલ પસાર થયાના બીજા જ દિવસે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે.
સંસદમાંથી આ બિલને મંજૂરી મળ્યાના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં એક સંગઠને અરજી આપીને તેને પડકાર્યું છે. યૂથ ફોર ઈક્વેલિટી નામના સંગઠને અરજી કરીને સંવિધાન સંશોધનને અનામતને સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરૂદ્ધ ગણાવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જનરલ કોટાને પડકારતી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક માપદંડ અનામતનો એકમાત્ર આધાર હોઈ જ ના શકે. અરજીમાં તેને બંધારણની મૂળ ભાવના વિરૂદ્ધનું ગણાવ્યું છે. સંગઠને જનરલ કોટાને સમાનતાના અધિકાર અને બંધારણના મૂળ માળખાની વિરૂદ્ધ ગણાવ્યું છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ગરીબ સુવર્ણોને ૧૦ ટકા અનામતની જાગવાઈ નાગરાજ વિરૂદ્ધ ભારત સરકાર કેસમાં આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયની પણ વિરૂદ્ધ છે. અરજીમાં પરિવારની ૮ લાખ રૂપિયાની વાર્ષિક આવકના માપદંડો પર પણ સવાલ ખડા કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય વર્ગના ગરીબો માટે નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં ૧૦ ટકા અનામત માટે બંધારણમાં ૧૨૪મું સંશોધન કરવામાં આવ્યું છે. આ સંવિધાન સંશોધન બિલ મંગળવારે લોકસભામાં પાસ થયું હતું. તેના બીજા જ દિવસે ગઈ કાલે બુધવારે રાજ્યસભામાં પણ આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. હવે આ બિલને રાષ્ટÙપતિ પાસે મોકલવામાં આવનાર છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે જ આ બિલ કાયદો બનવા જઈ રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



