સુરત એરપોર્ટ રનવે નજીકની બિલ્ડિંગો નડતરરૂપ બની

0
10

સુરત,તા.૨૧
વર્ષ ૨૦૧૬થી લઈને સુરત એરપોર્ટ રનવે નજીક બનેલ બિલ્ડિંગો નડતરરૂપ સાબીત થયા બાદ સુરત માટે સૌથી મોટું જાખમ સમાન ગણવામાં આવે છે. નડતર રૂપ થતી બિલ્ડિંગો ૪૦ જેટલા પ્રોજેક્ટને વારંવાર એરપોર્ટ આૅથોરિટી દ્વારા નોટીસ આપીને વધારાની ઊંચાઈ દૂર કરવા હુકુમ કરવામાં છતાં કોઈ કામગીરી નહીં કરાતા એરપોર્ટ એક્શન કમિટી ચિંતામાં મુકાય છે.
વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં એરપોર્ટ દ્વારા કરવામાં આવેલ સર્વેથી સંતોષ નહીં થતા વર્ષ ૨૦૧૮માં સુરત મહાનગર પાલીકા અને ફ્લેટ હોલ્ડરોને સાથે રાખીને એરપોર્ટ આૅથોરિટી દ્વારા એરોનોટીકલ સર્વે કરાવવામાં આવ્યો હતો, જેમાં નડતરરૂપ ઇમારતોની સંખ્યા ૧૮ના બદલે વધીને ૪૦ જેટલી નોંધાઈ હતી. તા ૧૦.૦૮.૨૦૧૮ ના રોજ ૧૭ જેટલા પ્રોજેક્ટને આપવામાં આવેલ ત્રીજી નોટીસમાં નડતરરૂપ ભાગનો નિકાલ દિન ૬૦માં દૂર કરવા જણાવ્યું હતું. જા કે એ ૬૦ દિવસ વીતી જવા છતાં પણ કોઈ નિકાલ નહિ આવતા એરપોર્ટ એક્શન કમિટી ચિંતામાં મુકાય છે.
નડતર રૂપ બિલ્ડિંગઓમાં રસિક વિલા, સમર્થ એનકલેવ, હોરિઝોન, એમ્પાયર રેજિએંસી, ગોકુલ પ્લેટીનમ, ધી એવોલૂશન, હેપી ગ્લોરિયાસ, સેવન હેવેન સામેલ છે. હાલ એરપોર્ટ આૅથોરિટી નવા ય્જીઇ એટલે કે ય્.જી.ઇ.૭૫૧(ઈ) મુજબના નિયમો લગાવી રહ્યા છે જા કે દિલ્હી, મુંબઈ, દેહરાદૂન, ભાવનગર, રાજકોટ, વડોદરા, ગયા, કોલકાતા, પટના જેવા એરપોર્ટપર પણ આ પ્રકારની નડતરરૂપ બિલ્ડિંગો છે. ત્યાં પણ રનવેને ડીપ્લેસમેન્ટ આપીને ઓછી લંબાઈ વાળા રનવેમાં ઓપરેશન ચાલુ જ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY