લંડનના જોસફીન જોશન દ્વારા ઓનલાઈન છેતરપિંડી
સુરત, તા. ૦૭
ઈમીગ્રેશન ઓફિસરના નામે રૂ.૯૫૦૦૦ની રકમ ઓનલાઈન પડાવી લેનાર લંડનના જોસેફીન જોસન નામના વ્યક્તિ સાથે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા રોડ હીરાબાગ, શીવાલય કોમ્પ્લેક્ષમાં રહેતા ગોપાલ રસીક સવાણીએ આરોપી જાસેફીન જાસન (લંડન) વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ઈમીગ્રેશન ઓફિસરના નામે ફોન કરી યલોકાર્ડ ભારત આવી ગયો છે. મનીલોડરીંગ સર્ટીફિકેટ બનાવવું પડશે તેમ કહીને કુલ રૂ.૯૫૦૦૦ની રકમ બેંક એકાઉન્ટમાં જમા કરાવી વિશ્વાસઘાત કર્યો હતો. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




