સુરત, તા.૭
આકારણી અને વસુલાત વિભાગ દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ સને ૨૦૧૮-૧૯ દરમ્યાન હાલમાં રીકવરીની ઝુંબેશ ચાલુ હોય જે અંગે તા.૫-૨-૨૦૧૯ના રોજ મિલ્કતોમાં રીક્વરી કરતા હરીઓમ મિલ કંપાઉન્ડ ફટાકડાવાડી, વેડરોડ, સંતકૃપા સોસાયટી, શ્રી હરિ હાઈટ્સ- છાપરાભાઠા, સહજાનંદ સ્કવેર, કોસાડ રોડ, જીઆઈડીસી, ફુલપાડા વગેરે વિસ્તારમાં ૨૭ મિલ્કતોને સીલ કરવામાં આવેલ તેમજ ખુલ્લા પ્લોટો ટાંચમાં લેવા અંગે ૩૦ બોર્ડ પ્રસિદ્ધ કરવામાં આવતા સ્થળ ઉપર રૂ.૫,૭૮૦૦૦ની વસૂલાત કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



