સેન્ટ્રલ ઝોને ૧.૯૪ લાખનો વ્યવસાય વેરો વસૂલ કર્યો

0
20

વ્યવસાય વેરા અંગે ૬૩ સંસ્થાઓને નોટીસ
સુરત, તા.૭
સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનના વ્યવસાય વેરા વિભાગ દ્વારા તા.૨૮-૧-૨૦૧૯ થી તા.૫-૨-૨૦૧૯ દરમ્યાન ઈન્ટર નેશનલ ટ્રેડ સેન્ટર મજુરાગેટ, રિંગરોડ કોમ્પ્લેક્ષમાં જુદી જુદી દુકાનોના બાકી ઈસી અને આરસી વ્યવસાયવેરાની બાકી વસૂલાત અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. આ ઝુંબેશ દરમ્યાન ૬૩ જેટલી સંસ્થાઅોને બાકી વ્યવસાયવેરાની નોટિસ બજાવવામાં આવેલ હતી. તેમજ દુકાનોમાં કામ કરતા નોકરીયાતોનો બાકી વ્યવસાયવેરો અને સ્થળ ઉપર માલુમ પડેલ વધારાના નોકરીયાતો વ્યવસાયવેરો ભરવા પણ નોટીસો બજાવવામાં આવેલ હતી. આ વ્યવસાયવેરા વસૂલાત ઝુંબેશ દરમ્યાન કુલ ૧,૯૪,૨૭૫નો વ્યવસાયવેરો સ્થળ ઉપર વસૂલ કરવામાં આવેલ છે. ભવિષ્યમાં પણ સંસ્થાના બાકી ઈસી વ્યવસાયવેરા અને સંસ્થામાં કામ કરતા નોકરીયાતોનો બાકી આરસી વ્યવસાયવેરાના વસૂલાતની ઝુંબેશ તા.૩૧-૩-૨૦૧૯ સુધી વધુ ધનિષ્ઠપણે હાથ ધરવામાં આવનાર છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY