સુરત,તા.૯
સુરતના તાતીથૈયા ગામ ગમખ્વાર ઘટના બની હતી. તાતીથૈયા ગામ ખાતે આવેલ ગોકુળ ધામ સોસાયટી નજીક કેમિકલ ખાલી કરતી વખતે ૩ લોકોના શ્વાસ રૂંધાયો હતો, જેમાં બેના કરૂણ મોત નિપજ્યા છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના કડોદરા વિસ્તારમાં મોટી દુર્ઘટના બની હતી. તાતીથૈયા ગામ ખાતે આવેલ ગોકુળ ધામ સોસાયટી નજીક કેમિકલના કારણે બેના મોત થયા હતા. રોડ ઉપર ઉભેલ કેમિકલના ટેન્કર માંથી કેમિકલ કાઢતા સમયે આ ગમખ્વાર ઘટના બની હતી.
આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે, મૃતક તેમજ એક ડ્રાઇવર મળીને ટેન્કર ખાલી કરાવતા હતા. ટેન્કર ખાલી કરાવતા સમયે કેમિકલના દુર્ગંધથી ત્રણેયનો શ્વાસ ગૂંગડાયો હતો. શ્વાસ ગૂંગડાતા ત્રણેય જણાં બેભાન થયા હતા. જેમાં બે વ્યકિતઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
મૃતકોમાં સચિનના ભરતભાઈ સાથીયા અને ચાહલનના ભવાનભાઈ ભાડીયાદ્રાનો સમાવેશ થાય છે. જ્યારે ડ્રાઇવરને સારવાર હેઠળ સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. એવું જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી જેથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા સમગ્ર ઘટના સામે આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



