સુરત,તા.૯
સુરતમાં તંત્ર દ્વારા યોગ્ય રસ્તો ન બનાવતા બે બાળકો ખાડીમાં પડેલા હોવાની દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. તંત્રની બેદરકારીના કારણે ખાડી પરથી લોકો એક માત્ર લોખંડના રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સુરતનાં કડોદરા રોડ નજીક આવેલા સનીયા હેમાંદની આ ઘટના છે જેમા બે શાળાના વિદ્યાર્થીઓ ખાડીમાં પડી જતા લાપતા થઇ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જીલ્લાના પુણા ગામ પાસે આવેલા સણીયા હેમાદ ગામે ખાડીમાં બે બાળકો ડુબ્યા હોવાનું સામે આવ્યું છે. બાળકો અહીં ખાડીમાં ન્હાવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તમને જણાવી દઇએ કે ખાડીમાં ડૂબેલા બંન્ને બાળક સ્કૂલથી પરત આવી રહ્યા હતા.
આ ખાડી પરના એક લોખંડના પાટાનો ચાલવા માટે રસ્તો બનાવમાં આવ્યો હતો. તંત્ર દ્વારા કોઇ યોગ્ય રસ્તો બનાવવામાં ન આવતા વિદ્યાર્થીઓ નિયમિત આ જગ્યા પરથી પસાર થતા હતા. આ મુદ્દે બાળકોના માતા-પિતાને જાણ થતા તેમણે બાળકોની ભાળ ન મળતા આખી ઘટના સામે આવી. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઇ અને બાળકોની શોધખોળ હાથ ધરી. બન્ને બાળકો ની શોધખોળ માટે રેસ્ક્્યુ શરૂ થઇ ગયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





