મંગળ ગ્રહ પર ધૂળ સાથે સતત આંધી ફુંકાઈ રહી છે

0
74

વાશિંગ્ટન,તા.૨૪
મંગળ ગ્રહનો મોટાભાગનો હિસ્સો છેલ્લા કેટલાક સમયથી ઝડપી ગતિની ધૂળ સાથેની આંધીથી લપેટાયેલો જાવા મળે છે.ગત બે સપ્તાહમાં એવી સ્થિતિ જાવા મળી છે કે હાલ મંગળ ગ્રહ લાલ ચટાક જાવા મળી રહ્યો છે. જેના કારણે આકાશ ધૂંધળું જણાઈ રહ્યુ છે. આ ગ્રહની કયુરોસિટી રોવરે આંધીની તસવીર કિલક કરી છે જેમાં મંગળ લાલ જાવા મળે છે.
નાસાના વિજ્ઞાનીઓએ દાવો કરતા જણાવ્યું છે કે આ ગ્રહ પર આંધીની તીવ્રતા ધીમે ધીમે વધી રહી છે. છેલ્લે ૨૦૦૭માં આની તીવ્રતાવાળી આંધી જાવા મળી હતી.
આ રીતે સૂર્યની રોશનીને બાધારૂપ બનતી આંધીને ટાઉ તરીકે ઓળખવામા આવે છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે કયુરોસિટી રોવર દ્વારા લેવાયેલી આ તસવીરોનો અભ્યાસ કરતા અમે આવુ અવારનવાર કેમ થાય છે તે અંગે સંશોધન કરવા પ્રયાસ કર્યો છે. ૨૦૧૨માં લોન્ચ થયેલા કયુરોસિટીના માસ્ટ કેમેરાથી દરરોજ લેવાયેલી તસવીરમાં જાણવા મળયુ છે કે આકાશ ધીમેધીમે વધુ ધૂંધળું થઈ રહ્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY