છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી દિવસે જાહેર રજા આપવાની માંગણી

0
12

સાંસ્કૃતિક રક્ષા સમિતિએ પત્રકાર પરિષદ યોજી
સુરત, તા.૧૧
આજરોજ સુરત સરકીટ હાઉસ ખાતેથી સાંસ્કૃતિક રક્ષા સમિતિના આગેવાનો આશિષભાઈ સુર્યવંશી, હરીશભાઈ પાટીલ, યોગેશભાઈ બોરસે (હિન્દુ યુવા વાહીની-સુરત જિલ્લા મહામંત્રી), દિનેશભાઈ બોરસે, મુકેશભાઈ પાટીલ, પ્રફુલ્લભાઈ કટયારે, રાહુલભાઈ પાટીલ, મુકેશભાઈ થોપટે વગેરેઓની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું સંબોધન કરી જણાવેલ કે, હિન્દવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી તા.૧૯ ફેબ્રુઆરીના રોજ આવે છે. આ મહાન દિવસને આખા દેશમાં ઉજવવામાં આવે અને આ દિવસે જાહેર રજા રાખવામાં આવે તેવી માંગ અમો સાંસ્કૃતિક રક્ષા સમિતિએ લેખિતમાં આવેદન આપી સુરત કલેક્ટર, પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી તથા અનેક વિભાગને કરેલ. આ આવેદનમાં અમોએ છત્રપતિ શિવાજી મહારાજના જીવનચરિત્ર તથા કુશળ રાજનીતિ જેવી અનેકો વિશેષતાઓ કે જે આજના યુવાનો તથા આવનારી પેઢીને ગ્રહણ કરવા જેવી બાબતો જણાવી અમોએ ૧૯ ફેબ્રુઆરીના દિને ભારત દેશમાં જાહેર રજા રાખવામાં આવે તેવી માંગણીઓ કરેલ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY